પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટો આદિવાસીસેવાયજ્ઞ
સુરતઃ પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ભારતીબેન વશી અને એમના સાથીદારો દ્વારા ચીખલી તાલુકાના કુકેરીગામમાં આવેલ શાંતાબા વાત્સલ્યધામ શાળામાં ભણતી પાંચ વિધાર્થીનીઓને દત્તક લીધી અને આ આશ્રમશાળામાં રહેતા છસો બાળકોને ત્રણ મહિનાનું અનાજ ભરાવી આપ્યું. તથા આ વિસ્તારના બસ્સો જેટલા આદિવાસી પરિવારોને પાંચ કિલો ચોખા, પાંચ કિલો ચોખાનો લોટ, તુવરની દાળ, ખાંડ, ડબ્બાપેટી, સ્લીપર, ચારસા તથા થેલી જેવી જીવનજરૂરિયાતની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરતના નારી સંરક્ષણ ગૃહમાં રહેતી બહેનોના લગ્ન પ્રસંગે બન્નેને ‘પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ’ તરફથી તિજોરીની ભેટ આપવામાં આવી હતી.
Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s,