About Trust
શ્રીમતી ભારતીબેન દ્ધારા સ્થપાયેલી પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ ભારતભરમાં ટ્રસ્ટના માધ્યમથી છેવાડાના માનવી, વનવાસી,શહેરી-ગરીબ પરિવારના દુ:ખોમાં સહભાગી બને એને માટે કાર્યરત છે. પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ એક સામાજિક સેવાકીય સંસ્થા છે જે શિક્ષણ, તબીબી ક્ષેત્રે રોજગાર અને સેવાકીય કાર્યો માં અવિરત છેલ્લા પાંચ વર્ષોથી કાર્યરત છે. પહેલા ભારતી વશી ટ્રસ્ટ તરીકે ઓળખાતા આ ટ્રસ્ટનું નામ પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ થવા પાછળ પણ એક સરસ પ્રેરક ઘટના છે એક વાર ટ્રસ્ટ તરફથી જરૂરિયાતમંદ લોકોને ઘરવખરીના સામાનની કિટનું વિતરણ થવાનું હોવાથી કિટ તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે ભારતીબેનની પૌત્રીઓ પ્રીત અને પ્રિયલ પણ આ કાર્ય માં જોડાયા હતા. ઘરવખરીના સામાનમાં ચપ્પલો જોઈ નાનકડી પ્રીતે પોતે પહેરેલી ચપ્પલ પગમાંથી કાઢી કિટમાં મૂકી દીધી. આ નિર્દોષ ધટના ભારતીબેને જોઈ અને એમને થયું કે આ નાનકડી દીકરી ભવિષ્યમાં એમનો વારસો અને આ સેવાયજ્ઞ જરૂરથી આગળ લઈ જશે અને ભારતીબેને ટ્રસ્ટનું નામ એમના નામથી બદલી પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ રાખ્યું.
ભારતીબેનના આ સેવાયજ્ઞમાં એમના પીઠબળ એટલે એમના પતિ ડૉ.નિમેષ વશી સાચા અર્થમાં એમના પૂરક બનીને સમાજ સેવાના કાર્યો માં જોડાયા છે.
માતાપિતાના કદમ થી કદમ મિલાવી એમના દીકરા ડૉ.આનંદ વશી અને વહુ ડૉ.નિતલ વશી પણ એમના આ સેવાયજ્ઞમાં એમની પડખે અવિરત હાજર રહે છે. અને ઘરની નવી પેઢી એમની પૌત્રીઓ પ્રિયલ અને પ્રીત વડીલોના સંસ્કારનું સમ્માન રાખી એમની કંડારેલી કેદી પર આગળ વધી રહી છે.
ભારતીબેન અને એમની ટીમના સભ્યોએ ભવિષ્યમાં પણ સંપૂર્ણ મફત મેડિકલ સહાય, શૈક્ષણિક સંસ્થાઓ ને મદદ, આદિવાસીઓને મદદ અને અન્ય સમાજ સેવાના કાર્યો કરતા રહેવાનું પ્રણ લીધું છે.
Trust Activity
પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ કોઈ એકજ ક્ષેત્રમાં કામ કરતા નથી પણ આ સંસ્થાનો મૂળભૂત અભિગમ શિક્ષણ, આરોગ્ય સહાય,નિશુલ્ક આંખ તપાસ, સારવાર તથા સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ હલ કરવી, ગાયનેક કેમ્પ, જરૂરિયાતમંદ વડીલોને તબીબી સહાય, વિધાર્થી સહાય, જરૂરિયાતમંદ બહેનોને ગૃહઉદ્યોગ માટે ધિરાણ તથા આદિવાસી સેવાકીય કાર્યોનું આયોજન કરી સફળતાપૂર્વક પૂર્ણ કરવા અને ભવિષ્યમાં પણ આ સેવાઓ અવિરત ચાલુ રહેશે જેવીકે……
Award
ભારતીબેન ના સેવાયજ્ઞ થકી આજે કેટલીય સ્ત્રીઓ સ્વમાનભેર જીવી રહી છે તેમના અંતરના આશીર્વાદ એમને મળ્યા છે આ ઉપરાંત ભારતીબેનના સેવાભાવી સ્વભાવ અને પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટના ભગીરથ કાર્યોથી પ્રભાવિત થઈ નીચેની ઘણી સંસ્થા દ્ધારાભારતીબેનને સન્માનવામાં આવ્યા છે.