About Us

શ્રીમતી ભારતીબેન દ્ધારા સ્થપાયેલી પ્રીત ચેરિટેબલ ટ્રસ્ટ ભારતભરમાં ટ્રસ્ટ ના માધ્યમથી છેવાડાના માનવી, વનવાસી,શહેરી-ગરીબ પરિવારના દુ:ખોમાં સહભાગી બને એને માટે કાર્યરત છે. પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ એક સામાજિક સેવાકીય સંસ્થા છે જે શિક્ષણ, તબીબી ક્ષેત્રે રોજગાર અને સેવાકીય કાર્યો માં અવિરત છેલ્લા પાંચ વર્ષો થી કાર્યરત છે. પહેલા ભારતી વશી ટ્રસ્ટ તરીકે ઓળખાતા આ ટ્રસ્ટ નું નામ પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ થવા પાછળ પણ એક સરસ પ્રેરક ઘટના છે એક વાર ટ્રસ્ટ તરફ થી જરૂરિયાતમંદ લોકો ને ઘરવખરી ના સામાન ની કિટ નું વિતરણ થવાનું હોવાથી કિટ તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે પ્રીત અને પ્રિયલ પણ આ કાર્ય માં જોડાયા હતા. ઘરવખરી ના સામાન માં ચપ્પલો જોઈ નાનકડી પ્રીતે પોતે પહરેલી ચપ્પલ પગમાથી કાઢી કિટ માં મૂકી દીધી. આ નિર્દોષ ધટના ભારતીબેને જોઈ અને એમને થયું કે આ નાનકડી દીકરી ભવિષ્યમાં એમનો વારસો અને આ સેવાયજ્ઞ જરૂરથી આગળ લઈ જશે અને ભારતીબેને ટ્રસ્ટનું નામ એમના નામથી બદલી પ્રીત ચેરિટેબલ ટ્રસ્ટ રાખ્યું.

ભારતીબેનના આ સેવાયજ્ઞ માં એમના પીઠબળ એટલે એમના પતિ ડૉ.નિમેષ વશી સાચા અર્થમાં એમના પૂરક બની ને સમાજ સેવા ના કાર્યો માં જોડાયા છે.

માતાપિતા ના કદમ થી કદમ મિલાવી એમના દીકરા ડૉ.આનંદ વશી અને વહુ ડૉ.નિતલ વશી પણ એમના આ સેવાયજ્ઞમાં એમની પડખે અવિરત હાજર રહે છે. અને ઘરની નવી પેઢી એમની પૌત્રીઓ પ્રિયલ અને પ્રીત વડીલો ના સંસ્કાર નું સમ્માન રાખી એમની કંડારેલી કેદી પર આગળ વધી રહી છે.

ભારતીબેન અને એમની ટીમના સભ્યો એ ભવિષ્ય માં પણ સંપૂર્ણ મફત મેડિકલ સહાય, શૈક્ષણિક સંસ્થાઓ ને મદદ, આદિવાસીઓને મદદ અને અન્ય સમાજ સેવા ના કાર્યો કરતા રહેવાનું પ્રણ લીધું છે.

Clean Water

We all need clean water to wash our hands, keep our homes and hospitals clean and protect against COVID-19. But many people struggle to access this vital resource which puts them at risk.

Vaccines

Nullam convallis, orci in congue aliquet, diam mauris cursus urna, id maximus lectus magna maximus tellus ut posuere.

Educations

If we need to address healthcare, poverty, population control, unemployment and human rights, there’s no better way to start than providing education to children in need.

Farming

Nullam convallis, orci in congue aliquet, diam mauris cursus urna, id maximus lectus magna maximus tellus ut posuere.

Trust Activity

આ સંસ્થાનો મૂળભૂત અભિગમ શિક્ષણ, આરોગ્ય સહાય, નિશુલ્ક આંખ કૌશલ્ય વિકાસ, સારવાર તથા સામાજિક અને કૌટુબિક સમસ્યાઓ હલ કરવી, ગાયનેક કેમ્પ, જરૂરિયાતમંદ વડીલોને તબીબી સહાય, વિધાર્થી સહાય, જરૂરિયાતમંદ બેહનોને ગૃહઉદ્યોગ માટે ધિરાણ તથા આદિવાસી સેવાકીય કાર્યોનું આયોજન કરી સફળતા પૂર્વક પૂર્ણ કર્યા છે અને ભવિષ્ય માં પણ આ સેવાઓ અવિરત ચાલુ રહેશે જેમાં……

  • દિવાળી દરમિયાનલોકોના જીવનમાં આનંદના રંગો પુરવા માટે કરવામાં આવેલું ઝૂપડપટ્ટીમાં સફાઇ અભિયાન નું આયોજન, જેમાં દરેક ઘરે રંગો, કરોટી, દિવડા ફરસાણ અને બિસ્કીટ નું વિતરણ ની સાથે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવું.

  • અંતરિયાળ ગામો માં શિક્ષા નું મહત્વ સમજાવવા તેમજ મદદ કરવા માટે આદિવાસી બાળકો ને સ્કૂલ યુનિફોર્મ, સ્ટેશનરી તથા નાસ્તાનું વિતરણ કરવું.

  • સમાજ માં સમાનતા અને ખુશાલી રેલાવવાના હેતુ થી મકરસંક્રાતિ દરમિયાન શ્રમજીવી ભાઈ બહેનો ને ચારસા, તલના લાડુ, બેગ અને વોટરબેગ નું વિતરણ કરી દરેક તહેવાર ને યાદગાર બનાવવો.

  • એથી આગળ વધીએ તો બીજા ના દુ:ખ ને પોતાના માની હંમેશા મદદ નો હાથ આગળ કરવાના ભાગ રૂપે ભારતીબેન ના નેતૃત્વ હેઠળ ટ્રસ્ટે ચોમાસા દરમિયાન ફૂટપાથ પર રહેતા જરૂરિયાતમંદ લોકો ને તાડપત્રી અને રેઇનકોટ નું વિતરણ કરવું.

  • દિવાળી પર્વ પ્રસંગે અંદાજિત ૨૦૦ જેટલી જરૂરતમંદ મહિલાઓને સાડીનું વિતરણ અને ફરસાણનું વિતરણ.
  • એજ રીતે એકલતાથી ઝૂરતા અને માત્ર લાગણી નો અનુભવ કરાવવા માટે નવરાત્રી દરમિયાન ગરબા અને ભોજન નું આયોજન કરી વડીલોની સાથે આનંદથી નવરાત્રી ની ઉજવણી કરવી.

  • અને એજ રીતે બાલાશ્રમ માં રહેતા બાળકો ની જરૂરિયાત ને ઓળખી તેમનો સામાન સાચવી ને મૂકી શકાય એ હેતુ થી આશ્રમ માં લૉકર ભેટ આપ્યા છે.
  • તબીબી ક્ષેત્રે ટ્રસ્ટ દ્ધારા અવાર નવાર સ્વાસ્થ્ય અંગે જાગૃતતા માટે સેમિનાર તથા વિવિધ મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવું.

  • તબીબી ક્ષેત્રે ટ્રસ્ટ દ્ધારા દર વર્ષે અમલસાડ અંધેશ્વર મહાદેવ મંદિર ના પ્રાંગણ માં વિના મૂલ્યે નેત્ર યજ્ઞ નું આયોજન કરી હજારો જરૂરિયાત મંદ લોકોના નેત્ર ની સારવાર કરવામાં આવે છે.
  • માત્ર આટલુજ નહી પરંતુ બાળકોની આંતરિક શક્તિ ખિલાવવા અને આપણી સંસ્કૃતિ ના વારસા ને જાળવી રાખવા માટે અવાર નવાર ટેલેન્ટ શો અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિ નું આયોજન કરવું તથા સંગીત સ્પર્ધા તથા વિવિધ રાજ્યોના લોક નૃત્ય અને ગરબા ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે.
  • આ ઉપરાંત ચીખલી નજીક કુકેરી ગામે આવેલા શાંતાબા વિVaલય ની પાંચ દીકરીઓ ને પ્રીત ચેરિટેબલ ટ્રસ્ટ દ્ધારાદત્તક લેવામાં આવી છે અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે સહાયરૂપ બનવા કટિબધ્ધતા પ્રગટ કરી છે. આ ઉપરાંત ૬00 બાળકો ના 3 માસ ના ભોજન માટે ની ખાVસામગ્રી પણ આપવામાં આવી છે.
  • ધરમપુર જિલ્લા ના ખોબા ગામ ની આશ્રમ શાળા ના બાળકોના ૬ માસ ના ભોજનનો ખર્ચ આપવામાં આવ્યો છે.
  • વૈશ્વિક બીમારી કોરોના કે જયારે સમગ્ર વિશ્વ પોતાના ઘર માં પુરાઈ ગયું હતું ત્યારે આવા કપરા સમય માં પોતાના ઘરો થી દૂર રહેતા સુરત મહાનગર પાલિકા ના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર ફરજ બજાવતા અંદાજે ૫૦૦ જેટલા જરૂરિયાત મંદ કામદારો ને એક મહિનાનું અનાજ આપી એક ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું હતું. આ ઉપરાંત અમલસાડ ગામ ના ૫૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારો ને આનાજ ની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  • આ ઉપરાંત પણ કોરોના કાળ દરમિયાન અનેક સરાહનીય કાર્યો પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારા કરવામાં આવ્યા હતા.
  • શિયાળા ની ઋતુ માં સુરત મહાનગર પાલિકા ની હદ માં આવેલ કોસાડ તથા ભેસાણ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર કામ કરતાં જરૂરિયાતમંદ મજૂરો ઉપરાંત ફૂટપાથ પર વસવાટ કરતાં ભિખારીઓને મળીને કુલ 300 નંગ ધાબરા નું વિતરણ કર્યું હતું.
  • પ્રીત ચેરિટેબલ ટ્રસ્ટ ધ્વારા અવાર નવાર બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરવાંમાં આવેલ છે.

  • ઉનાળા માં આખા સુરત માં ૧૧ જગ્યાએ પાણીની પરબ અને જરૂરિયાતમંદ મજૂરો ઉપરાંત ફૂટપાથ પર વસવાટ કરતાં ભિખારીઓ ને ચપ્પલ પણ આપવામાં આવેલ છે.
  • સુરત મહાનગર પાલિકા ની હદ માં આવેલા ગરીબ પરિવાર માટે ઘર વખરી, અનાજ તથા તેમના બાળકો માટે અભ્યાસ માટે જરૂરી સામગ્રી જેવી કે નોટબુક પેન્સિલ જેવી વસ્તુઓ તેમજ અન્ય જીવન જરૂરીયાત ની સામગ્રી નું વિતરણ કરવામાં આવે છે.
  • જગતનું સૌથી મોટું દાન એટલેકે કન્યાદાન નું પણ પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા અર્જિત કરવામાં આવ્યું છે. નારી સંરક્ષણ ગૃહની કન્યાઓ ના લગ્ન પ્રસંગે કબાટ ની ભેટ આપવામાં આવી હતી.
  • આ ઉપરાંત પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારાઆદિવાસી ગામો જેવાકે અંજની કુંડ, વિરથવા,શબરિધામ, વેડછા, કોકટી ડેડાપડિયા, કપરાડા, બિલપુર, ધામની, કૂકેરી ગામ, બાલાશ્રમ, ખોબા ગામો ના પરિવારો તથા ત્યાંની આશ્રમ શાળાના પરિવારો માટે ઘરવખરી, અનાજ તથા તેમના બાળકો માટે અભ્યાસ માટે જરૂરી સામગ્રી જેવી કે નોટબુક , પેન્સિલ અને સ્કૂલ ડ્રેસ જેવી વસ્તુઓ તેમજ અન્ય જીવન જરૂરીયાત ની સામગ્રી નું કિટ બનાવીને વિતરણ કરવામાં આવે છે.

Change a life today

None of us can truly rest as long as poverty, injustice and inequality persist. It doesn’t take long to change a life, get in touch today and start making a difference.