About Trust

શ્રીમતી ભારતીબેન દ્ધારા સ્થપાયેલી પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ ભારતભરમાં ટ્રસ્ટના માધ્યમથી છેવાડાના માનવી, વનવાસી,શહેરી-ગરીબ પરિવારના દુ:ખોમાં સહભાગી બને એને માટે કાર્યરત છે.  પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ એક સામાજિક સેવાકીય સંસ્થા છે જે શિક્ષણ, તબીબી ક્ષેત્રે રોજગાર અને સેવાકીય કાર્યો માં  અવિરત છેલ્લા પાંચ વર્ષોથી કાર્યરત છે.  પહેલા ભારતી વશી ટ્રસ્ટ તરીકે ઓળખાતા આ ટ્રસ્ટનું નામ પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ થવા પાછળ પણ એક સરસ પ્રેરક ઘટના છે એક વાર ટ્રસ્ટ તરફથી  જરૂરિયાતમંદ લોકોને ઘરવખરીના સામાનની કિટનું વિતરણ થવાનું હોવાથી કિટ તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે ભારતીબેનની પૌત્રીઓ પ્રીત અને પ્રિયલ પણ આ કાર્ય માં જોડાયા હતા.  ઘરવખરીના સામાનમાં ચપ્પલો જોઈ નાનકડી પ્રીતે પોતે પહેરેલી ચપ્પલ પગમાંથી કાઢી કિટમાં મૂકી દીધી.  આ નિર્દોષ ધટના ભારતીબેને જોઈ અને એમને થયું કે આ નાનકડી દીકરી ભવિષ્યમાં એમનો વારસો અને આ સેવાયજ્ઞ જરૂરથી આગળ લઈ જશે અને ભારતીબેને ટ્રસ્ટનું નામ એમના નામથી બદલી પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ રાખ્યું.

ભારતીબેનના આ સેવાયજ્ઞમાં એમના પીઠબળ એટલે એમના પતિ ડૉ.નિમેષ વશી સાચા અર્થમાં એમના પૂરક બનીને સમાજ સેવાના કાર્યો માં જોડાયા છે.

માતાપિતાના કદમ થી કદમ મિલાવી એમના દીકરા ડૉ.આનંદ વશી અને વહુ ડૉ.નિતલ વશી પણ એમના આ સેવાયજ્ઞમાં એમની પડખે અવિરત હાજર રહે છે.  અને ઘરની નવી પેઢી એમની પૌત્રીઓ પ્રિયલ અને પ્રીત વડીલોના સંસ્કારનું સમ્માન રાખી એમની કંડારેલી કેદી પર આગળ વધી રહી છે.

ભારતીબેન અને એમની ટીમના સભ્યોએ ભવિષ્યમાં પણ સંપૂર્ણ મફત મેડિકલ સહાય, શૈક્ષણિક સંસ્થાઓ ને મદદ, આદિવાસીઓને મદદ અને અન્ય સમાજ સેવાના કાર્યો કરતા રહેવાનું પ્રણ લીધું છે.

Trustee

ભારતિબેન વશી – પ્રમુખ
ડૉ.આનંદ વશી – ટ્રસ્ટી
ડૉ.નિતલ વશી – ટ્રસ્ટી
વિરલ નાયક – ટ્રસ્ટી
જિતિક્ષા નાયક – ટ્રસ્ટી

Trust Activity

પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ કોઈ એકજ ક્ષેત્રમાં કામ કરતા નથી પણ આ સંસ્થાનો મૂળભૂત અભિગમ શિક્ષણ, આરોગ્ય સહાય,નિશુલ્ક આંખ તપાસ, સારવાર તથા સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ હલ કરવી, ગાયનેક કેમ્પ, જરૂરિયાતમંદ વડીલોને તબીબી સહાય, વિધાર્થી સહાય, જરૂરિયાતમંદ બહેનોને ગૃહઉદ્યોગ માટે ધિરાણ તથા આદિવાસી સેવાકીય કાર્યોનું આયોજન કરી સફળતાપૂર્વક પૂર્ણ કરવા અને ભવિષ્યમાં પણ આ સેવાઓ અવિરત ચાલુ રહેશે જેવીકે……

  • દિવાળી દરમિયાનલોકોના જીવનમાં આનંદના રંગો પુરવા માટે કરવામાં આવેલું ઝૂપડપટ્ટીમાં સફાઇ અભિયાનનું આયોજન, જેમાં દરેક ઘરે રંગો, કરોટી, દિવડા ફરસાણ અને બિસ્કીટ નું વિતરણ ની સાથે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવું.

  • અંતરિયાળ ગામોમાં શિક્ષાનું મહત્વ સમજાવવા તેમજ મદદ કરવા માટે આદિવાસી બાળકોને સ્કૂલ યુનિફોર્મ, સ્ટેનરી તથા નાસ્તાનું વિતરણ કરવું.

  • સમાજમાં સમાનતા અને ખુશાલી રેલાવવાના હેતુ થી મકરસંક્રાતિ દરમિયાન શ્રમજીવી ભાઈ બહેનો ને ચારસા, તલના લાડુ, બેગ અને વોટરબેગનું વિતરણ કરી દરેક તહેવારને યાદગાર બનાવવો.

  • એથી આગળ વધીએ તો બીજાના દુ:ખને પોતાના માની હંમેશા મદદનો હાથ આગળ કરવાના ભાગ રૂપે ભારતીબેનના નેતૃત્વ હેઠળ ટ્રસ્ટે ધ્વારા ચોમાસા દરમિયાન ફૂટપાથ પર રહેતા જરૂરિયાતમંદ લોકોને તાડપત્રી અને રેઇનકોટનું વિતરણ કરવું.

  • દિવાળી પર્વ પ્રસંગે અંદાજિત ૨૦૦ જેટલી જરૂરિયાતમંદ મહિલાઓને સાડીનું વિતરણ અને ફરસાણનું વિતરણ.

  • એજ રીતે એકલતાથી ઝૂરતા વૃદ્ધાશ્રમના વડીલોને લાગણીનો અનુભવ કરાવવા માટે નવરાત્રી દરમિયાન ગરબા અને ભોજનનું આયોજન કરી વડીલોની સાથે આનંદથી નવરાત્રી ની ઉજવણી કરવી.

  • અને એજ રીતે બાલાશ્રમમાં રહેતા બાળકોની જરૂરિયાતને ઓળખી તેમનો સામાન સાચવીને મૂકી શકાય એ હેતુથી આશ્રમમાં લૉકર ભેટ આપ્યા છે.

  • તબીબી ક્ષેત્રે ટ્રસ્ટ દ્ધારા અવારનવાર સ્વાસ્થ્ય અંગે જાગૃતતા માટે સેમિનાર તથા વિવિધ મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવું.

  • માત્ર આટલુજ નહી પરંતુ બાળકોની આંતરિક શક્તિ ખિલવવા અને આપણી સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા માટે અવારનવાર ટેલેન્ટ શો અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિનું આયોજન કરવું તથા સંગીત સ્પર્ધા તથા વિવિધ રાજ્યોના લોક નૃત્ય અને ગરબાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

  • આ ઉપરાંત ચીખલી નજીક કુકેરી ગામે આવેલા શાંતાબા વિVaલયની પાંચ દીકરીઓને પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારાદત્તક લેવામાં આવી છે અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે સહાયરૂપ બનવા કટિબધ્ધતા પ્રગટ કરી છે. આ ઉપરાંત ૬00 બાળકોના 3 માસના ભોજન માટેની ખાVસામગ્રી પણ આપવામાં આવી છે.

  • ધરમપુર જિલ્લાના ખોબા ગામની આશ્રમશાળાના બાળકોના ૬ માસના ભોજનનો ખર્ચ આપવામાં આવ્યો છે.

  • વૈશ્વિક બીમારી કોરોના વખતે જયારે સમગ્ર વિશ્વ પોતાના ઘરમાં પુરાઈ ગયું હતું ત્યારે આવા કપરા સમયમાં પોતાના ઘરો થી દૂર રહેતા સુરત મહાનગરપાલિકા ના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર ફરજ બજાવતા અંદાજે ૫૦૦ જેટલા જરૂરિયાતમંદ કામદારોને એક મહિનાનું અનાજ આપી એક ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું હતું. આ ઉપરાંત અમલસાડ ગામના ૫૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને આનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  • આ ઉપરાંત કોરોના કાળ દરમિયાન અનેક સરાહનીય કાર્યો પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારા કરવામાં આવ્યા હતા.

  • શિયાળાની ઋતુમાં સુરત મહાનગરપાલિકા ની હદમાં આવેલ કોસાડ તથા ભેસાણ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર કામ કરતાં જરૂરિયાતમંદ મજૂરો ઉપરાંત ફૂટપાથ પર વસવાટ કરતાં ભિખારીઓને કુલ 300 નંગ ધાબળા નું વિતરણ કર્યું હતું.

  • પ્રીત ચેરિટેબલ ટ્રસ્ટ દ્ધારા અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવાંમાં આવે છે.

  • ઉનાળામાં આખા સુરતમાં ૧૧ જગ્યાએ પાણીની પરબ અને જરૂરિયાતમંદ મજૂરો ઉપરાંત ફૂટપાથ પર વસવાટ કરતાં ભિખારીઓને ચપ્પલ પણ આપવામાં આવેલ છે.

  • સુરત મહાનગરપાલિકા ની હદમાં આવેલા ગરીબ પરિવાર માટે ઘર વખરી, અનાજ તથા તેમના બાળકો માટે અભ્યાસ માટે જરૂરી સામગ્રી જેવી કે નોટબુક પેન્સિલ જેવી વસ્તુઓ તેમજ અન્ય જીવન જરૂરીયાતની સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે.

  • જગતનું સૌથી મોટું દાન એટલેકે કન્યાદાન પણ પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા અર્જિત કરવામાં આવ્યું છે. નારી સંરક્ષણ ગૃહની  કન્યાઓના લગ્ન પ્રસંગે કબાટની ભેટ આપવામાં આવી હતી.

  • આ ઉપરાંત પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારાઆદિવાસી ગામો જેવાકે અંજની કુંડ, વિરથવા,શબરીધામ, વેડછા, કોકટી ડેડીયાપડા, કપરાડા, બિલપુડી, ધામની, કૂકેરી ગામ, બાલાશ્રમ, ખોબા ગામો ના પરિવારો તથા ત્યાંની આશ્રમ શાળાના પરિવારો માટે ઘરવખરી, અનાજ, કપડાં તથા તેમના બાળકો માટે અભ્યાસ માટે જરૂરી સામગ્રી જેવી કે નોટબુક , પેન્સિલ અને સ્કૂલ ડ્રેસ જેવી વસ્તુઓ તેમજ અન્ય જીવન જરૂરીયાતની સામગ્રીનું કિટ બનાવીને વિતરણ કરવામાં આવે છે.

Gallery

Think Big. Act Bigger.

CAUSES

We run projects in over Surat

Award

ભારતીબેન ના સેવાયજ્ઞ થકી આજે કેટલીય સ્ત્રીઓ સ્વમાનભેર જીવી રહી છે તેમના અંતરના આશીર્વાદ એમને મળ્યા છે આ ઉપરાંત ભારતીબેનના સેવાભાવી સ્વભાવ અને પ્રીત ચેરીટેબલ ટ્રસ્ટના ભગીરથ કાર્યોથી પ્રભાવિત થઈ નીચેની ઘણી સંસ્થા દ્ધારાભારતીબેનને સન્માનવામાં આવ્યા છે.

  • ગરિમા એવોર્ડ વર્ષ –૨૦૦૫

  • મહિલા દિન નિમિત્તેદિવ્યભાસ્કર સુલક્ષણા એવોર્ડ વર્ષ – ૨૦૦૮

  • ટ્રેઈન્ડ નર્સીસ એસોશિએશન ઓફ ઈન્ડિયા તરફથી સન્માન કરવામાં આવ્યું.

  • બહેનોને રિક્ષાચાલક પ્રોજેકટમાં તેમના યોગદાન બદલ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્ધારા પ્રસંશા પત્ર પણ મળેલ છે.

  • ૨૦૧૧ માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તેમજ સુરત ભાજપ મહિલા મોરચા તરફથી મહિલા દિન નિમિતે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

  • વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૮ માં સુરત મહાનગર પાલિકા દ્ધારા મહિલા દિન નિમિતે ભારતીબેનને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

DONATE

Give where the need is greatest

As long as poverty, injustice & inequality persist, none of us can truly rest. It doesn’t take much to change a life, Get in touch today and start making the difference.